નવસર્જન વિદ્યાલયમાં No Plastic – No Caste ચળવળ

DSC_0974DSC_0959નવસર્જન વિદ્યાલય કટારીયા માં No Plastic – No Caste ચળવળ અંતર્ગત તારીખ 25/03/2015 ના રોજ નવસર્જન વિદ્યાલય ના વિદ્યાર્થીઓ તથા શાળા ના શિક્ષકો દ્વારા  શાળા  ના કમ્પાઉન્ડ માંથી પ્લાસટીક કચરો  વીણી  નાશ કરવામાં આવ્યો.
પર્યાવરણિય પ્રદુષણ ફેલાવવામાં પ્લાસટીક નો મોટાપાયે વપરાશ  કારણભૂત છે. જયારે સામાજિક પ્રદુષણ માં વર્ણ વ્યવસ્થા  ને નાતજાત કારણભૂત છે. પ્લાસટીક ના દુરુપયોગ થી આવેલી કુદરતી  મુસીબતો થી આજે આપણે વાકેફ થયા છીએ તેથી ઠેર ઠેર  પ્લાસટીક  નહિ વાપરવાના કાર્યક્રમો યોજાય છે.
DSC_0972આપણી શાળા ડૉ.બાબાસાહેબ આંબેડકર ની વિચારસરણી અનુસરે છે. વર્ણ વ્યવસ્થા અને ભેદભાવ પ્રછન્ન રીતે સમાજમાં ફેલાયેલા છે. આ વર્ણ વ્યવસ્થા  ને નાતજાત ના ભેદભાવને દુર કરવા માટે જેવી રીતે પ્લાસટીક પર્યાવરણ માં જીવલેણ પ્રદુષણ ફેલાવે છે તેવીજ રીતે વર્ણ વ્યવસ્થા  ને નાતજાત ના ભેદભાવ પણ માનવ સમાજ માં પ્રદુષણ ફેલાવે છે તે સમજ ને ફેલાવવા આ ચળવળ શરુ કરેલ છે.